[૩૪૯] કોઈ ભાગ ગોશ્તની નિય્યતથી હોય

Chapter : કુરબાની

(Page : 413-414)

સવાલઃ– એક માણસે મોટુ જાનવર રાખ્યું, તેમાં ચાર ભાગ જ અકીકાના રાખ્યા, પછી જાનવરના કુલ ગોશ્તના સાત ભાગ કરી ચાર ભાગનો ગોશ્ત દઅવત વગેરે માટે રાખી બાકીના ત્રણ ભાગનો ગોશ્ત વેચી આપ્યો તો અકીકો થશે કે નહિ? અને કોઈ કુરબાનીમાં આ પ્રમાણે કરે તો કુરબાની થશે કે નહિ?

જવાબ :– અકીકો અને કુરબાની બન્‍નવ દુરસ્ત નહિ થાય, કારણ કે પૂરા સાતે સાત ભાગોમાં કુરબાની, અકીકો, દમે હજની જેમ એવી ઈબાદતની નિય્યત હોવી જરૂરી છે કે જેનો સંબંધ જાનવર ઝબહ કરવાથી હોય અને પૂછેલી સૂરતમાં ત્રણ ભાગોમાં ફકત ગોશ્ત વેચવાની નિય્યત છે,  ઉપર પ્રમાણે કોઈ કામની નિય્યત નથી. (શામી દુ.મુખ્તાર ર૦૮ ભાઃપ)

Log in or Register to save this content for later.