Chapter : કુરબાની
(Page : 399)
સવાલ :– મારી ઉપર કુરબાની વાજિબ છે, મેં મારા અને મારા સંબંધીઓના જાનવરો ખરીદ કરેલા હતા. બિન જરૂરી સરકારી કનગડતથી અમારા જાનવરો જબરદસ્તીપૂર્વક સરકારી માણસો લઈ ગયા છે. તો હવે અમારે કુરબાની માટે બીજા જાનવરો લેવા પડશે કે કેમ? તેનો વિસ્તારથી ખુલાસો આપશો.
જવાબ :– જે જાનવરો માલદારીની વાજિબ કુરબાની માટે હતા અથવા મન્નતની વાજિબ કુરબાની માટે હતા તેની જગ્યાએ બીજા જાનવરો ખરીદી કુરબાની કરવી જરૂરી છે. અલબત્ત, જે જાનવરો નફલ કુરબાનીના હતા તેના બદલે બીજા જાનવરો ખરીદી કુરબાની કરવી વાજિબ નથી. (શામી–પ)
Log in or Register to save this content for later.