[૩૩૧] જો પોલીસ જાનવર પરત કરી દે

Chapter : કુરબાની

(Page : 398)

સવાલ :– પોલીસે કુરબાનીના જાનવરો પકડી લઈ ગૌશાળામાં મોકલી દીધા છે, પાછા આવવા મુશ્કેલ છે. પણ જો કદાચ પાછા આપી દે તો એ જાનવરોનો સદકો કરવો જરૂરી છે કે નહિ?

જવાબ :– તે જાનવર જો કોઈ ગરીબે કુરબાનીના દિવસોમાં ખરીદયું હતું તો, તે જાનવર પાછુ મળ્યા પછી ગરીબ મુસ્લિમે તે જાનવરનો ગરીબ મુસ્લિમને સદકહ કરી આપવો વાજિબ છે. અને જો તે જાનવર માલદારની વાજિબ કુરબાનીનું હતું અને તેણે બીજુ જાનવર ખરીદી પોતાની વાજિબ કુરબાની કરી લીધી હતી તો તેણે આ જાનવરનો સદકો કરવો જરૂરી નથી, તે માલદાર વ્યકિત તે પાછા મળેલા જાનવરને પોતાના ગમે તે જાઈઝ ઉપયોગમાં લઈ શકે છે.  (શામી–પ)

Log in or Register to save this content for later.