[૩૭૭] દુલ્હનની ઈજાઝત અને તવકીલના ગવાહોં દુલ્હાના ગેર મહરમ રિશ્તેદાર હોય

Chapter : નિકાહ

(Page : 440- 441)

સવાલઃ– શું નિકાહ માટે દુલ્હનની ઈજાઝતના ગવાહ હોવા જરૂરી છે?

આપણા સમાજમાં આમ રિવાજ છે કે બાપ, ભાઈ કે કોઈ રિશ્તેદાર દુલ્હનની ઈજાઝત લેવા જાય ત્યારે દુલ્હાના બે રિશ્તેદાર (જે મોટા ભાગે ગેર મહરમ હોય છે) પણ ગવાહ તરીકે હાજર રહે છે. તો શું ગવાહ તરીકે દુલ્હાના રિશ્તેદારોનું હાજર રહેવું શરીઅત મુજબ જરૂરી છે ?

જવાબઃ– દુલ્હનથી નિકાહની ઈજાઝત લેતી વખતે ગવાહોનું હોવું જરૂરી નથી, પરંતુ મુસ્તહબ છે. અને મજકૂર ગવાહી એટલા માટે  મુસ્તહબ છે કે જો ભવિષ્યમાં દુલ્હનની ઈજાઝત વિવાદાસ્પદ બને તો તે ઈજાઝત અને વકીલ બનાવ્યાની ગવાહી આપી શકે.

          મજકૂર ગવાહો દુલ્હાના રિશ્તેદાર હોવું ઝરૂરી નથી અને એ  યોગ્ય પણ નથી; કારણ કે દુલ્હાના નિકટના રિશ્તેદાર ગવાહીની ઝરૂરત ઉપસ્થિત થાય તો દુલ્હાની ફેવરમાં કબૂલપાત્ર ગવાહી ન પણ આપી શકે.

          સામાન્ય રીતે વકીલની ઈજાઝતના ગવાહો જ નિકાહના ગવાહો નિયુકત કરવામાં આવે છે અને તે નિયુકત ગવાહો નિકાહની મજલિસના ઈજાબ – કબૂલ (કોલ કરાર) સારી રીતે સાંભળે છે, માટે એવા માણસોને ગવાહ નિયુકત કરવા બેહતર છે કે ગવાહી આપવાની ઝરૂરત ઉભી થાય તો તેમની ગવાહી કબૂલ પાત્ર હોય અને તે વકીલની ઈજાઝત બાબત અને નિકાહ બાબત બન્નેી બાબતો માટે કબૂલપાત્ર હોય, જો કે બન્નેે મોકાઓ ઉપર દુલ્હા કે દુલ્હન ગમે તેના રિશ્તેદાર ગવાહ તરીકે નિયુકત કરવામાં આવશે, તો પણ નિકાહ દુરસ્ત થઈ જ જશે.

          વકીલની ઈજાઝતના ગવાહો દુલ્હનના ગેર મહરમ હોય અને દુલ્હન સાથે બીજી ઓરતો પણ ઈજાઝત વખતે મવજૂદ હોય તો તેમના  માટે દુલ્હનનું મોઢું જોવું જરૂરી છે, નહિતર તે ઈજાઝતના ગવાહ નહીં બની શકે.                                                                 (શામી ભા.ર / ર૭ર)

Log in or Register to save this content for later.