[૩૩૯] દત્તક પુત્રીથી પરદાનો હુકમ

Chapter : નિકાહ

(Page : 391-392)

સવાલ :– (૧) એક ફેમિલીના ત્યાં શાદી કરવાને ૧પ વર્ષ થયા છતાં કોઈ સંતાન થતું નથી અને ડોકટરી અભ્યાસ મુજબ કોઈ સંતાન થવાની આશા નથી. એમણે તાઃ૧૬/૧ર/૯૪ ના રોજ જન્મેલી બાળકી  પોતાના ભાઈના ત્યાંથી લાવી દત્તક લેવાનો વિચાર કર્યો છે અને તેના પાછળ પોતાના ભાઈના નામના બદલે પોતાના ધણીનું નામ દાખલ કરવા કહે છે, કુદરતી રીતે બાઈને દૂધ ના આવી શકે એટલે ખાસ માતા તરીકે નહીં, પણ પાલક માતા તરીકે શરીઅત પ્રમાણે હોય તો છોકરી મોટી થતાં તે પાલક પિતાનો પર્દો કરવો કે પર્દા વગર રહેવું તે બાબત ખુલાસો આપશોજી. દત્તક છોકરીની સગી ફોઈ અને ફુવા થાય છે.

જવાબઃ– (૧) બાળકીના સગા પિતાના બદલે દત્તક લેનાર ઓરતના પતિનું નામ બાળકીના પિતા તરીકે દાખલ કરવું અને બોલવું દુરસ્ત નથી. કુર્આન મજીદમાં એ વાતની મનાઈ છે.       (મઆ. કુર્આન–૭/૮૪)

          લે પાલક બાળકી તેની લેપાલક માતાના ભાઈની છોકરી છે, માટે લેપાલક માતાનો પતિ તે બાળકીનો મહરમ રિશ્તેદાર નથી, એટલે છોકરી મોટી થતાં તેણે મજકૂર પતિથી પર્દો કરવો પડશે.       (શામી–પ)

Log in or Register to save this content for later.