[૩૩૪] નવમુસ્લિમહની ઝિનાની પુત્રી મુસલમાન ગણાશે

Chapter : નિકાહ

(Page : 385)

સવાલઃ– એક મુસલમાન ભાઈએ આઠ – દસ મહીના પહેલાં એક ગેર મુસ્લિમહ સાથે નિકાહ કર્યા અને મુસલમાન બનાવી, મજકૂર ઓરત સાથે ૪ વર્ષની છોકરી છે, એમાં મતભેદ છે કે આ છોકરી બીજાના હમલથી છે કે નિકાહ કરનારના હમલથી છે, હવે આ છોકરીનો ઈન્તિકાલ થઈ ગયો તો એને ગુસલ આપવું કે નહિ, તેમજ દફન કરવું કે નહિ, ઈમાન લાવ્યા પછી આ મર્હૂમ છોકરી મુસલમાન ગણવામાં આવશે કે નહિ અને જો નિકાહ કરનારના હમલથી જ આ છોકરી પેદા થઈ હોય તો શું  હુકમ છે ?

જવાબઃ– મજકૂર નાબાલિગ છોકરીને તેની માંની જેમ મુસલમાન ગણવામાં આવશે અને તેને ગુસલ, કફન અને જનાઝહની નમાઝ તથા દફનમાં મુસલમાન તરીકે વર્તવામાં આવશે.             (શામી –ર)

Log in or Register to save this content for later.