[૩૧૮] સ્ત્રીઓનું નોકરી કરવું

Chapter : નિકાહ

(Page : 369-370)

સવાલઃ– પોતાની છોકરી કે ઓરતને નોકરી – ધંધો કે કામ અર્થે સ્કૂલોમાં કે આફીસોમાં કે ફેકટરીઓમાં મોકલી શકાય ?

જવાબઃ– ઓરત જો પરણિત હોય તો તેના ભરણ પોષણની જવાબદારી તેના પતિના શિરે છે, માટે આવી ઓરત માટે ઘરથી બહાર કમાવવા જવાની જરૂરત નથી. અને બે પરદગી સાથે નોકરી માટે ફેકટરી તથા સ્કૂલ કે ઓફિસમાં જવું તો બિલકુલ જાઈઝ નથી, જો ઓરતને પોતાની કોઈ એવી જરૂરત માટે રકમની જરૂરત હોય કે જેનું પૂરું કરવું પતિના શિરે નથી અને પતિ સ્વૈચ્છિક રીતે તે જરૂરત પૂરી કરી આપવા તૈયાર પણ નથી, તો પરણિત ઓરતે પોતાની આવી જરૂરતો માટે આવક અને કમાણી કરવાની આટલી ગુંજાઈશ છે કે તે પતિના ઘર ઉપર જ રહીને કોઈ એવું કામ કરી શકે છે કે જેના મહેનતાણા અથવા વેચાણ કિંમતથી પોતાની જરૂરત પૂરી કરી શકે અને આ કામ એવુ હોવું જોઈએ જેમાં મશ્ગૂલ થવાથી પતિના હુકૂકની અદાયગીમાં કોઈ અવરોધ ઉભો ન થાય અને પતિને અગવડરૂપ ન હોય બાકી તે માટે બહાર ફેકટરીમાં નોકરી માટે જવું ન તો પતિની ઈજાઝત વિના જાઈઝ છે અને ન તો ઈજાઝતથી જાઈઝ છે. (શામી – ર/૬૬પ)

          જો ઓરત પરણિત ન હોય તો તેના ભરણ પોષણ વિ.ની જવાબદારી તેના પિતા અને વાલીના શિરે છે, આ સૂરતમાં પણ ઓરતે નોકરી માટે ફેકટરી કે અન્ય કોઈ સ્થળે ઘરથી બહાર જવું જાઈઝ નથી અને બે પરદગી સાથે અજનબી મર્દો સાથે નોકરી કરવી તો વિશેષ રીતે નાજાઈઝ છે અને આવક પ્રાપ્ત કરવા માટે વાલીએ અપરણિત છોકરીને નોકરી માટે મોકલવી પણ જાઈઝ નથી, અલબત્ત, આવી અપરણિત ઓરત ઘર ઉપર રહીને કોઈ ગૃહઉદ્યોગ વડે કમાણી કરે તે વાતની ગુંજાઈશ છે.       (શામી :ર/૬૭૧)

          જો ઓરત અપરણિત હોય અને તે ગરીબ મુહતાજ હોય અને તેના ભરણ પોષણ માટે કોઈ જવાબદાર વ્યકિત ન હોય તો આ સૂરતમાં પણ બેહતર તો એ જ છે કે ઘર ઉપર રહીને કોઈ કામ કરી મહેનતાણા અથવા વેચાણ કિંમતથી આવક ઉભી કરે, પરંતુ આવી નિરાધાર ઓરત માટે ઘર ઉપર રહીને પોતાના ગુજારા માટે આવકનં કોઈ સાધન ન હોય તો મજબૂરીના દરજામાં શરઈ પાબંદી કરીને તે નોકરી અને મજૂરી માટે ઘરથી બહાર જઈ શકે છે.

(અહકામુલ કુર્આન : ૪૭૩  ભા. ૩)

Log in or Register to save this content for later.