Chapter : નિકાહ
(Page : 368)
સવાલઃ– એક માણસની ઓરત છોકરીઓની પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી બુરખા સાથે કરે છે, જેમાં મોટા ભાગે સ્ત્રી શિક્ષિકાઓ હોય છે, પણ કોઈક વખત પુરુષ શિક્ષકો તથા પુરુષ સુપરવાઈઝર સાથે મળવાનું તથા જરૂરી વાત કરવાનું થાય છે, તો આટલી બેપરદગીના કારણે :
(૧) આવી ઓરતની કમાઈ હલાલ ગણાશે કે નહિ ?
(ર) આવી ઓરતનો ખાવિંદ ઓરતની કમાઈનો અમુક હિસ્સો અથવા અમુક રકમ માગે તો જાઈઝ છે કે નહિ ?
(૩)ખાવિંદ ઓરતની કમાઈ ન માગે અને ખાવિંદ અમુક ઘરખર્ચ ન આપે અને ઓરત જાતે આવો ઘર ખર્ચ કરી લે તો ખાવિંદ માટે તે જાઈઝ છે કે નહિ ?
(૪) ઓરત રાજી ખુશીથી આવી કમાઈમાંથી ઘરખર્ચ કરે તો ખાવિંદ માટે જાઈઝ છે કે નહિ ?
જવાબ :– (૧)પરાયા પુરુષ સાથે વાતચીતમાં પર્દાનો ખ્યાલ રાખવો જોઈએ, બાકી નોકરીની કમાણી તો હલાલ ગણાશે, (ર) ફરજિયાત રીતે પોતાનો હક સમજી માંગણી ન કરી શકે. (૩) (૪) ઓરત કોઈ દબાણ વગર સ્વેચ્છાએ આવો ખર્ચ કરી લે તો વાંધો નથી, ખાવિંદ માટે તે જાઈઝ છે. (શામી :– ર)
Log in or Register to save this content for later.