Chapter : નિકાહ
(Page : 364-365)
સવાલઃ– અમારે ત્યાં એક બાઈએ શાદી કરી, તેને દહેજ પેટે રિવાજ મુજબ કપડાં જણસ વિગેરે આપવામાં આવ્યુંં, તે બાઈને બે વર્ષમાં એક છોકરી પણ થઈ હતી, પછી નજીવા ઝઘડામાં તલાક થઈ ગયેલ, તે બાદ જણસ બાઈના કબઝામાં હતી, હવે તલાક બાદ જણસ છોકરાવાળા માંગે છે તો એ જણસ ઉપર કોનો હક રહેશે? છોકરીવાળા આપવાનું ના પાડે છે, બાઈએ બીજી શાદી પણ કરી લીધી છે, મહર ફકત ૧ર૭/પ૦ હતી
જવાબઃ– જો મજકૂર જણસ છોકરીને મહર પેટે ન આપવામાં આવી હોય તો તે સામાન્ય રીતે ફકત પહેરવા માટે આપવામાં આવે છે માટે તે છોકરા વાળાને પરત આપી દેવી જોઈએ. (શામીઃ–ર)
Log in or Register to save this content for later.