Chapter : નિકાહ
(Page : 361)
સવાલઃ– મારી દીકરી સઈદાની શાદી એક વર્ષ છ માસમાં કરવાની છે, તેને દહેજમાં દોઢ બે તોલા સોનું, કપડાં વાસણ સાથે રૂપિયા ૧પ – ર૦ હજારની વસ્તુઓ આપવાની છે, હું બાપ તરીકે વારસા વહેંચણીમાં તેના હિસ્સામાં ગણું તો ચાલે ખરું ? ખુદા વન્દે તઆલાના દરબારમાં પકડ ન થાય એ રીતે છૂટકારાનો માર્ગ બતાવશોજી.
જવાબઃ– પોતાની હયાતીમાં છોકરીને દહેજમાં આપેલી બધી વસ્તુઓને છોકરીના વારસા હકમાં ગણવી દુરસ્ત નથી, કારણ કે તમારી હયાતીમાં છોકરી વારસાની હકદાર થતી જ નથી, એટલે દહેજની વસ્તુઓ તો બક્ષિશ જ ગણાશે, અલબત્ત, એટલા જ પ્રમાણમાં તમો દરેક છોકરા અને છોકરીને બક્ષિશ કરી આપો તો એમાં કોઈ વારસદારનું નુકસાન નહિ થાય. (શામી – ૪)
Log in or Register to save this content for later.