[૩૦૬] ઈન્જેકશન અથવા ટયૂબ વડે ગર્ભધાન કરાવવું

Chapter : નિકાહ

(Page : 354-355-356-357-358)

સવાલઃ–(૧) મેં ગઈ કાલે તમારી ઉપર ફતવા બાબત એક પત્ર પોસ્ટ કર્યો છે, પરંતુ ફતવા જલ્દીથી મંગાવવાની ઉતાવળમાં હું તે પત્ર સાથે બયાને મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું પેજ કવરમાં મુકવાનું ભૂલી ગઈ હોવાથી હું તમને મોકલું છું, પરંતુ મુફતી સાહેબ હું આ મસ્‍અલહ બાબત તમારી રાય જાણવા માંગુ છું અને બીજુ કે ”દારૂલ ઈફતા” લેસ્ટર યુ.કે. (LEICSTER U.K)ના મુફતી હઝરત મુહમ્મદ ઈબ્ને આદમ સાહેબનો ફતવો ઈન્ટરનેટ પર છે, ગર્ભાધાનની કૃત્રિમ રીતના બે મસ્‍અલહ બાબત મુફતી મુહમ્મદ આદમ સાહેબ (દા.બ.) પણ એકદમ જાઈઝ લખે છે, એ ફતવો ઈન્ટરનેટ (INTERNET) ની WWW.DARULIFTAA.COM સાઈટ પર છે, મુફતી સાહેબ પત્ર આગળ પાછળ લઈ જાય તે માટે હું ફરીથી પ્રશ્ન–ર ના (અ) અને (બ) વિભાગની પૂરેપૂરી વિગત નીચે લખું છું.

                (ર) ડોકટરનું કહેવું છે કે તમારી ઉંમર ૩૦ વર્ષની ઉપર થઈ ગઈ છે અને તમારી શાદીના ૧૧ વર્ષ પુરા થઈ ગયા છે, જેથી લાંબો સમય વીતી ગયો છે, જેથી હવે ફિતરી (પાકૃતિક) રીતે ગર્ભધારણની શકયતા ઘણી જ ઓછી છે, મારા જેવી ઓરત કે જેને ફિતરી (પાકૃતિક) રીતે ઔલાદ થતી ન હોય તો અવલાદ પેદા થવા માટે બે કૃત્રિમ રીતો અપનાવવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.

                (અ) ગર્ભાધાનની કૃત્રિમ રીત અપનાવીને મારા શોહરનું વીર્ય મારા ગર્ભાશયમાં સ્ત્રી ડોકટર(LADY DOCTER) ઈન્જેકશન અથવા ટયૂબ વડે દાખિલ કરશે, આ રીત દરમ્યાન મારું સતર ખુલ્લુ રહેશે, ડોકટર મારા શોહરને વીર્ય કાઢવા માટે એક ખાનગી રૂમ આપશે જેમાં મારા શોહર પોતે જ પોતાનું વીર્ય નિકાળી એક બોટલમાં જમા કરશે, પછી તે બોટલ ડોકટરને આપશે અને પછી ડોકટર તે વીર્યને લેબોરેટરીમાં સાફ કરી તે વીર્યમાંથી મજબુત સ્પર્મ (SPERM) લઈ તેને મારા ગર્ભાશયમાં દાખલ કરશે, ડોકટરનું કહેવું છે કે વીર્યમાં કેટલાક સ્પર્મ (SPERM) મજબૂત રહે છે અને કેટલાક કમઝોર રહે છે તો અમે વીર્યને સાફ કરી તેમાંથી મજબુત સ્પર્મ લઈશું અને ડોકટર એની પૂરેપૂરી ખાતરી આપે છે કે એ સ્પર્મ (SPERM) તમારા શવહરના વીર્યનું જ રહેશે, તો શું આ રીતે ગર્ભધારણ કરવું જાઈઝ છે   કે નહિ?  અથવા ડોકટરના કહેવા પ્રમાણે મારા શૈાહર ખાનગી રૂમમાં પોતાનું વીર્ય એક બોટલમાં પોતાની જાતે જ જમા કરી તે બોટલ લાવી ડોકટરને આપશે, ડોકટર મારા અને મારા શોહરની સામે જ તે બોટલમાંથી વીર્ય લઈ ઈન્જેકશન અથવા ટયૂબ વડે મારા ગર્ભાશયમાં દાખલ કરશે, તો શું આ રીતે ગર્ભ ધારણ કરવું જાઈઝ છે કે નહિ?

                (બ) ગર્ભાધાનની કૃત્રિમ રીત અપનાવીને ટેસ્ટ ટયૂબ બેબી (TEST TUBE BABY) ની પધ્ધતિ દ્વારા મારા શોહરનું વીર્ય અને મારું બીજ (શુક્રાણુ) લઈને ટયૂબમાં તેને ફળદાયક કર્યા પછી તે જ મારા ગર્ભાશયમાં સ્ત્રી ડોકટર ઈન્જેકશન અથવા ટયૂબ વડે દાખલ કરશે તો શું આ રીતે ગર્ભધારણ કરવું જાઈઝ છે કે નહિ ?

                ઉપરના પ્રશ્ન નંબર : ર ના (અ) અને (બ) વિભાગના પ્રશ્નમાં જો પુરુષ ડોકટર આ રીતે મારા ગર્ભાશયમાં ટયૂબ અથવા ઈન્જેકશન વડે શોહરનું વીર્ય દાખલ કરશે તો શું આ રીતે કરાવવું જાઈઝ છે કે નહીં? અથવા તો પુરુષ ડોકટર વધારે જાણકાર હોવાથી આ પ્રવૃતિ દરમિયાન તે ત્યાં રહીને સ્ત્રી ડોકટરને સમજાવે તો શું એવી રીતે કરાવવું જાઈઝ છે કે નહીં? યાદ રહે કે આ પ્રવૃતિ દરમ્યાન મારું સતર ખુલ્લુ રહેશે.

                પત્રનો જવાબ તાત્કાલિક અને જરૂરથી મોકલવા માટે મહેરબાની કરશોજી, ગુસ્તાખી બદલ માફ કરશો.

જવાબ :–(૧) તમારા પતિ પોતાનું વીર્ય હસ્ત ક્રિયા કરી બોટલમાં જમા કરી લેડી ડોકટરને આપે એ તો સમજવામાં આવે એવી વાત છે, પરંતુ ઓરતના ગર્ભાશયમાં ઓરતનું બીજ જવું જરૂરી છે તે કેવી રીતે જશે એ વિગત ડોકટરને પૂછી લખશો અને જો પતિ અને તમારું વીર્ય ટયૂબમાં ભેગું કરવામાં આવે તો તમારું બીજ લેડી ડોકટર કેવી રીતે પ્રાપ્ત કરશે તે જણાવશો. તે પછી આપને જવાબ આપી શકાશે.

સવાલ :–(ર) મુફતી સાહેબ તમારો જવાબ મળ્યો, ગર્ભાધાનની પ્રથમ રીત મુજબ મારા શોહરનું વીર્ય લઈ તે મારા ગર્ભાશયમાં મારા જ બીજ (શુક્રાણુ)ની પાસે લેડી ડોકટર ટયૂબ અથવા ઈન્જેકશન વડે દાખલ કરશે મારા ગર્ભાશયમાં મારું પોતાનું જ બીજ (શુક્રાણુ) રહેશે, જે કુદરતી રીતે જ ઉત્પન્‍ન થાય છે, પરંતુ ડોકટરનું કહેવું છે કે તમારી ઉંમર ૩૦ વર્ષની ઉપર થઈ જવાથી એ બીજ (એટલે કે મારું બીજ) માં કુદરતી રીતે દૂરથી વીર્ય (સ્પર્મ) ખેંચવાની શકિત ઓછી થઈ ગઈ છે, જેથી લેડી ડોકટર મારા શોહરનું વીર્ય ટયૂબ અથવા ઈન્જેકશનમાં લઈ મારા ગર્ભાશયમાં મારા બીજ (શુક્રાણુ)ની પાસે દાખિલ કરશે, જેથી કુદરતી રીતે જ મારા શોહરનું વીર્ય અને મારું બીજ બન્‍ને એકબીજાથી મળી, ઈ.અ. ગર્ભધારણ થશે, લેડી ડોકટરનું કામ માત્ર એટલું જ છે કે જે મારા ગર્ભાશયમાં મારા બીજ પાસે મારા શોહરનું વીર્ય દાખલ કરશે અને ગર્ભધારણમાં આસાની થાય એના માટે લેડી ડોકટર મારા હાથ અથવા તો થાપા પર હોરમોન્સ (જફચોફદભક)ની દવાના ઈન્જેકશન સાત (૭) દિવસ સુધી આપશે. અને અમુક હોરમોન્સની ટેબલેટસ આપશે.

                ગર્ભાધાનની બીજી રીત મુજબ મારા શોહરનું વીર્ય અને મારું બીજ (શુક્રાણુ) લઈ એક ટયૂબમાં ભેગું કરી તેને  ફળદાયક કર્યા પછી લેડી ડોકટર ઈન્જેકશન અથવા ટયૂબ વડે મારા ગર્ભાશયમાં દાખલ કરશે, ડોકટરના જણાવ્યા મુજબ બીજ મારું જ રહશે, ડોકટર મારા ગર્ભાશયમાંથી કાઢશે અને પછી તે બીજ અને મારા શોહરનું વીર્ય ટેસ્ટ ટયુબ બેબી (TEST TUBE BABY) ની પધ્ધતિ વડે તેને ફળદાયક કર્યા પછી ટયૂબ વડે મારા ગર્ભાશયમાં દાખલ કરશે.

                ઉપર મુજબની બન્‍ને કૃત્રિમ રીતોમાં મારા શોહરનું વીર્ય અને મારું જ બીજ રહેશે, જેની નોંધ લેશો, ફકત વસ્સલામ.

જવાબઃ–(ર) પ્રથમ હદીસથી સાબિત આ હકીકત સમજી લેવી યોગ્ય છે કે ઓરતનું બીજ કે મર્દના વીર્ય સાથે જેના મિશ્રણથી ગર્ભાશયમાં ગર્ભ ધારણ થાય તે બીજ ઓરતના ગર્ભાશયમાં પહેલેથી હોતુ નથી બલ્કે પ્રાકૃતિક તરીકાથી મર્દ ઓરતના શરીર સંબંધ કરવાથી બન્‍નેવના શરીરમાં શહવત અને ઉત્તેજના પેદા થવાથી ઓરતના શરીરના કોઈ મખ્સૂસ ભાગમાંથી નીકળીને ગર્ભાશયમાં જાય છે.

                આ હકીકત જોતાં જાહેર છે કે કૃત્રિમ રીતે ગર્ભધારણ માટે ડોકટર ચાહે તે પુરુષ હોય કે લેડીઝ ડોકટર હોય તેણે તેણીનું બીજ તેના ચોક્કસ સ્થળેથી ગર્ભાશયમાં પહોંચાડવા માટે અથવા ટયૂબમાં જમા કરવાના હેતુથી તેણીના શરીરથી બહાર કાઢવા માટે કોઈ એવી ક્રિયા જરૂર કરવી પડતી હશે જેનાથી ઓરતના શરીરમાં શહવત અને ઉત્તેજના ઉત્પન્‍ન થાય અને શોહર સિવાય અન્ય કોઈ પુરુષ કે સ્ત્રી ડોકટરે ઓરતના શરીરમાં આવી કોઈ ક્રિયા ઈન્જેકશન વડે કે ટયૂબ દ્વારા કરવી એ જાઈઝ નથી. અને જો જવાબમાં લખવા મુજબ ડોકટરે ઓરતના શરીર સાથે આવી કોઈ ક્રિયા કરવી પડતી હોય (જેમકે ગાલિબ ગુમાન એ જ છે) તો પછી કૃત્રિમ રીતે ગર્ભ ધારણ કરવામાં આવી નાજાઈઝ કાર્યવાહી કરવી પડતી હોવાથી તે જાઈઝ અને દુરસ્ત નથી.

Log in or Register to save this content for later.