[ર૯૦] દૂધ પીવડાવનારે ગર્ભપાત કરાવવું

Chapter : નિકાહ

(Page : 335)

સવાલ :–  એક ઓરતને બે અઢી મહીનાનું હમલ છે અને તેણીને હજુ નવ મહીનાનો છોકરો છે જે ઓરતનું દૂધ પીએ છે, આ બાળકની તરબિયત માટે પોતાનું હમલ સાફ કરાવવા માંગે છે શું આવી રીતે હમલ સાફ કરાવી શકે છે? સામાન્ય રીતે હમલમાં ઓરતને તકલીફ તો હોય છે, પણ વગર કારણે સાફ કરાવવું જાઈઝ છે કે નહીં?

જવાબ :–  જો ઓરતને હમલ રહેવાથી દૂધ પીતા બાળકને દૂધ પીવાથી કોઈ નુકસાન ન હોય અથવા નુકસાન થતું હોય પણ ઓરતના દૂધ સિવાય બહારના દૂધની વ્યવસ્થા થઈ શકતી હોય તો હમલ સાફ કરાવવો જાઈઝ નથી.    (શામી–પ)

Log in or Register to save this content for later.