[ર૭૧] છોકરીવાળા તરફથી છોકરાવાળાઓથી સોનાની માંગણી

Chapter : નિકાહ

(Page : 314-315)

સવાલઃ– આજકાલ છોકરાવાળાના ઘરેથી છોકરીવાળાના ઘરે નિકાહનો પૈગામ લઈને જાય છે. જયારે છોકરીના ઘરવાળાઓને પૈગામ પસંદ આવે છે તો પહેલા મંગની કરે છે, ત્યારપછી નિકાહ થાય  છે. મંગની વખતે યા તો નિકાહ પહેલા છોકરીવાળા છોકરાના ત્યાં સોનાની (જેવી રીતે કે ૧,ર,૩,૪,પ તોલા) યા તો એમ કહે છે કે તમારા બીજા છોકરાની શાદીમાં જે પ્રમાણે સોનું આપ્યું હોય એટલું સોનું અહિંઆ પણ આપશો, તો આ પ્રમાણે સોનાની માંગણી કરવી, યા બીજી કોઈ પણ વસ્તુની માંગણી કરવી શરીઅતની રૂએ શું છે?

જવાબઃ– અગર છોકરીવાળા તરફથી સોનાની અથવા બીજી કોઈ વસ્તુની માંગણી પોતાના માટે હોય, છોકરી માટે છોકરી તરફથી ન હોય તો એ માંગણી નાજાઈઝ અને લાંચની માંગણી છે અને જો મજકૂર માંગણી છોકરીની સંમતિથી  છોકરી માટે માલિકી ઘોરણે હોય તો એ મહરની માંગણી છે અને જાઈઝ છે, પરંતુ મહરની માંગણીમાં છોકરાના બીજા ભાઈઓની મહરનું પ્રમાણ સામે રાખવું યોગ્ય નથી, બલ્કે છોકરીની બહેનો અને ફોઈઓની મહરને સામે રાખી મહરની માંગણી કરવી યોગ્ય છે.                  (શામી. ૩૪૯ /૩૬૬ ભા.ર)

Log in or Register to save this content for later.