[૪૭પ] બુટ પહેરીને નમાઝ

Chapter : નમાઝ

(Page : 486)

સવાલ :– અહીંયા અરબો બુટ પહેરીને નમાઝ પઢે છે તે બરાબર છે ?

જવાબ :– બુટ પાક હોય અને તેને પેહરીને નમાઝ પઢવાથી બુટની આડથી પગની આંગળીઓ જમીન ઉપર ટેકવાતી હોય, બુટમાં અધ્ધર લટકેલી ન રહેતી હોય, તો આવી સૂરતમાં બુટ પહેરી નમાઝ પઢવી જાઈઝ છે. જો બુટ પાક ન હોય અથવા બુટની આડથી પગની આંગળીઓ જમીન ઉપર ટેકવાતી અને મૂકાતી ન હોય, તો બુટ પહેરી નમાઝ પઢવી જાઈઝ નથી અને બુટ પાક હોય, આંગળીઓ જમીન ઉપર ટેકવાતી પણ હોય, પરંતુ બુટ ઉપરના પાણી કે ધૂળથી મસ્જિદની સફોના ગંદી થવાનો ભય હોય તો આવા બુટ પહેરીને નમાઝ પઢવી કરાહતથી ખાલી નથી.   (દર્સે તિરમિઝી ભા – ર / ૧૬૩, મઆ.સુનન, ભાગ–૪)

Log in or Register to save this content for later.