Chapter : નમાઝ
(Page : 474)
સવાલ : ટોપી પહેર્યા વગર નમાઝ અદા થઈ શકે ? ઘણા લોકો જાળી વાળી ટોપી અથવા તો ખૂબ જ નાની ટોપી પહેરી નમાઝ પઢે છે, જેના કારણે થોડુક જ માથું ઢંકાય છે તો તે દુરુસ્ત છે કે નહિ ?
જવાબ : નાની ટોપી અથવા જાળી વાળી ટોપી પહેરી નમાઝ પઢવાથી નમાઝ અદા થઈ જાય છે, પરંતુ બેહતર એ છે કે એટલી મોટી ટોપી મુકે કે નમાઝમાં તેના માથા ઉપરથી પડી જવાનો ભય ન રહે અને સુસ્તીના કારણે ટોપી પહેર્યા વગર ખુલ્લા માથે નમાઝ પઢવી મકરૂહ છે. (શામી–૧/૪૩૧)
Log in or Register to save this content for later.