Chapter : નિકાહ
(Page : 309-310)
સવાલઃ– જે લોકો શાદીમાં વિડીઓ કેસેટ કરે છે તે કેવું છે ? મારી સાથે એક માણસ જીદ કરે છે અને કહે છે કે એ જાઈઝ છે અને દલીલમાં એ એમ કહે છે કે આલિમો પણ ફોટા પડાવે છે, પાસપોર્ટ કોપી માટે તો પાસપોર્ટના ફોટા પડાવવા એ તો મજબૂરી છે.
જવાબ :– વિડીયો કેસેટ બનાવવી જેમાં સજીવન ઈન્સાન વિ.ના ફોટા પડતા હોય નાજાઈઝ છે. ફોટો પાડવા – પડાવવાની હદીસ શરીફમાં સખત વઈદ આવેલી છે અને શાદીની વી.સી.આર.માં તો ઓરતની છબીઓ પણ હોય છે અને અજનબી ઓરત અને તેની છબીને જોવું નાજાઈઝ છે.
વિડીયોને પાસપોર્ટના ફોટા સાથે સરખાવવું જાઈઝ નથી, કારણ કે પાસપોર્ટ કઢાવવાની સફર માટે મજબૂરી હોય છે, જયારે વિડિયો કેસેટ કઈ મજબૂરીના કારણે બનાવવામાં આવે છે? (શામી ભા.પ)
Log in or Register to save this content for later.