[ર૬૪] મેરેજ વીઝા માટે નિકાહથી પહેલાં ઈજતિમાઈ પોઝ–ફોટા પડાવવા

Chapter : નિકાહ

(Page : 308-309)

સવાલ : –

હાજી ઈબ્રાહીમ

 

પોતે

 

પરીએજ

 

હાજી યાકુબ

 

છોકરો

 

ઈંગ્લેન્ડ

 

હાફિઝ સિરાજ

 

પૌત્ર

 

ઈંગ્લેન્ડ

 

હાજી અબ્દુલ્લાહ

 

પોતે

 

ઈન્ડિયા, ઈખર

 

હાજી મુશ્તાક

 

પુત્ર

 

ઈન્ડિયા, ઈખર

 

બિલ્કીસ પૌત્રી

 

ઈન્ડિયા, ઈખર

 

     (ઈન્ડીયા) હાજી મુશ્તાક એમના પત્ની હમીદા ઈખરની સંમતિ.

     (ઈંગ્લેન્ડ) હાજી યાકુબ એમના પત્ની ઝરીના પરીએજની સંમતિ.

      બન્‍ને કપલો પોતાના છોકરાઓની સંમતિને બહાલી આપી છે.

                સવાલ એ છે કે પુત્રીને ઈંગ્લેન્ડ મોકલવા માટે વીઝાની જરૂર છે. વીઝા માટે બ્રિટીશ હાઈકમિશન બે પોઝ માંગે છે, બન્‍ને છોકરાની પાસપોર્ટ તૈયાર છે, મંગની થઈ છે કે કેમ ? જે અંગે બન્‍નેના કપલમાં પોઝ, સામ સામે વીંટી પહેરાવવી, સામસામે ફુલવાર કરી પોતે સંમત છે એવા પોઝની જરૂર છે. કોઈ ધામધુમ કરવી નથી, ઉપરોકત વિધિ ન કરતાં કદાચ વીઝા ન પણ મળે એવી ધાસ્તી છે, ભોગ જોગે આમ બને તો અમારા બધા જ સંબંધો બગડે અને કદાચ ન પણ બગડે તો એકબીજાના દિલોમાં કડવાસ રહી જાય એવો સંભવ છે, શાદી સુન્‍નત છે, તબ્લીગ પણ સારી વસ્તુ છે, ઉપરોકત મામા વેવાઈ હાજી અબ્દુલ્લાહ તથા તેમના બીજો પુત્ર માસ્તર હનીફ બન્‍ને ચુસ્ત જમાઅતી છે, તેઓ ફોટા લેવાની ના પાડે છે, ઈસ્લામી દ્રષ્ટ્રિએ શું કરવું?

જવાબઃ– પોઝ પડાવવો ના જાઈઝ અને હરામ છે. અને જયાં સુધી શરીઅત મુજબ નિકાહ ન થઈ જાય ત્યાં સુધી તો છોકરા – છોકરી એક બીજા માટે પરાયા અને અજનબી છે, માટે એવી હાલતમાં એકબીજાને હાથમાં વીટી પહેરાવવી, હાર નાખવો વિશેષ રીતે ના જાઈઝ છે.

                હરામ કામ જાન બચાવવા માટે મુરદાર જાનવરનો ગોશ્ત ખાવા જેવી સખ્ત મજબૂરીની હાલતમાં મજબૂરી દૂર થાય એટલા પ્રમાણમાં કરી શકાય છે, જયાં સુધી નિકાહ ન થાય ત્યાં સુધી વિદેશનો સફર કરવાની મજબૂરી નથી અને નિકાહ થયા પછી પણ વીઝા માટે સામુહિક ફોટો રજુ કરવો ફરજિયાત નથી અને સગાઈ – સંબંધ સાચવી રાખવા નાજાઈઝ અને હરામ કૃત્ય કરવાની ઈજાઝત નથી, માટે પૂછેલી સૂરતમાં હુકમ આ છે કે પોઝ અને નિકાહ વગર વીઝા મેળવવાની કોશિષ કરવામાં આવે અને જો આ રીતે વીઝા ન મળે તો નિકાહ કરી વીઝા મેળવવામાં આવે અને નિકાહ પછી પણ વીઝા ન મળે તો પતિના સ્થળે જવા સફર કરવાની મજબૂરીના કારણે પોઝ ખેંચાવવામાં આવે.                                                                                                                     (અત્તસ્વીર)

Log in or Register to save this content for later.