Chapter : નિકાહ
(Page : 294-295)
સવાલ :– જે છોકરાની શાદી થાય છે, શાદી પછી તેની સાસુ તેને હાથમાં વીંટી પહેરાવે છે તો શું સાસુ આ પ્રમાણે શાદી પછી વીંટી પહેરાવી શકે છે?
જવાબ :– જો વીંટી ચાર માશા ચાંદીની અથવા તેથી ઓછી વજનની ચાંદીની હોય તો છોકરા માટે પહેરવી જાઈઝ છે, પરંતુ શાદીની રસમ રિવાજ તરીકે સાસુએ જમાયને વીંટી પહેરાવવી દુરસ્ત નથી. અને જો ચાંદીની વીંટી ચાર માશાથી વધુ વજનની હોય અથવા ચાંદી સિવાય સોના વગેરે બીજા ધાતુની હોય તો એવી વીંટી છોકરાએ પહેરવી અને સાસુએ પહેરાવવી બન્ને કામ નાજાઈઝ છે. (શામી–પ/રર૯)
Log in or Register to save this content for later.