[૩૧૬] કુકર ભાગે આપેલ બકરીના બચ્ચાની કુરબાની

Chapter : કુરબાની

(Page : 388-389)

સવાલઃ– એક બકરી કુકર ભાગે આપી, તેના બે બચ્ચા આવ્યા, એક બચ્ચું જેને કુકડ ભાગે આપી તેણે લીધું અને એક બચ્ચુ બકરીવાળાએ લીધું, બન્‍નવ બકરા છે, તે ભાગનો બકરો કુરબાની માટે રાખ્યો છે તો તે બકરાની કુરબાની જાઈઝ છે કે નહિ? અથવા બકરી કુકર ભાગે આપી છે તેની અર્ધી ચરાઈ આપીએ તો કુરબાનીમાં બકરો ચાલે કે કેમ? અથવા એ બકરાને વેચીને તે પૈસામાં થોડા પૈસા ઉમેરીને બીજો બકરો લીધો તો કુરબાની થશે?

  જવાબ :– બકરીના માલિક માટે તો બન્‍નવ બકરાઓમાંથી ગમે તે બકરાની કુરબાની આપવી જાઈઝ અને દુરસ્ત છે, પરંતુ બકરી ચરાઈ પર લેનાર માટે બે બકરાઓમાંથી એક પણ બકરાની કુરબાની દુરસ્ત નથી, જયારે એક બકરો કુકર ભાગની શર્ત મુજબ તેને ચરાઈ પેટે પોતાના હિસ્સે મળ્યો હોય, કારણ કે આ રીતે તે એક બકરાનો હકદાર અને માલિક બનતો નથી, તે ફકત ચરાઈના વ્યાજબી મહેનતાણાનો હકદાર બને છે, હા, જો તે માણસ રોકડ રકમથી ચરાઈનું વ્યાજબી મહેનતાણું નક્કી કર્યા પછી તે રકમ બદલ ખરીદ કરેલા બકરાની કુરબાની કરવા ચાહે તો તેના માટે જાઈઝ છે.a

Log in or Register to save this content for later.