Chapter : કુરબાની
(Page : 384)
સવાલઃ– મારે ત્યાં ઘરનો બકરો છે અને હાલમાં પોણા બે બર્ષનો છે અને મેં કુરબાની માટે રાખેલ છે અને બકરાનો શીંગ તૂટી ગયો છે, આખો શીંગ પ ઈંચનો છે અને જે શીંગ તૂટી ગયો છે તે બે ઈંચનો છે એટલે ર ઈંચ શીંગ તૂટી ગયો છે, માટે એ બકરાની કુરબાની દુરસ્ત છે કે નહિ?
જવાબઃ– જો બકરાનું શીંગડું અંદરના ગુદા સુધી તૂટી ગયું હોય તો મજકૂર બકરાની કુરબાની દુરસ્ત નથી એન જો ફકત ઉપરનું ખોલ જ તૂટયું હોય, અંદરનો ગુદાવાળો ભાગ ન તુટયો હોય તો આ બકરાની કુરબાની જાઈઝ અને દુરસ્ત છે. (શામી–પ/ર૦૩, ઈ.ફતાવા–૩/પ૪ર)
Log in or Register to save this content for later.