Chapter : નિકાહ
(Page : 284)
સવાલ :– અમારે ત્યાં એક ભાઈએ બીજા વખતે શાદી કરેલ છે, તેઓની આવનાર પત્ની પોતાની સાથે બે બાળકીઓ પણ લાવેલ છે. પરંતુ એ છોકરીઓના દાદા – દાદીએ કોર્ટમાં પોતાની પૌત્રીઓ મેળવવા બાબત દાવો કરેલ છે, તો શું એ પૌત્રીઓનો અસલ હકદાર કોણ છે ?
જવાબઃ– બાળકીઓની માતાએ જે પુરુષ સાથે શાદી કરી છે તે પુરુષ બાળકીઓનો મહરમ રિશ્તેદાર ન હોય તો મજકૂર બાળકીઓની પરવરિશ (સંભાળ, ઉછેર)નો હક તેઓની માતાનો રહેતો નથી, બલ્કે તે બાળકીઓની દાદી વધારે હકદાર છે.
(શામી –ર/૬૩૯)
Log in or Register to save this content for later.