[ર૪૪] વિધવા પોતાની છોકરીને કયાં સુધી પોતાની પાસે રાખી શકે છે

Chapter : નિકાહ

(Page : 282-283)

સવાલઃ– મરહૂમની નાની બેબી હાલ ખાતે તેની માતા પાસે છે, તો શરઈ હિસાબે માં પોતાની પાસે બેબીને કયાં સુધી રાખી શકે છે? રહીમા નાની બેબીને મરહૂમના વાલિદ તથા ભાઈઓને સુપુર્દ કરવા રાજી નથી તો શરઈ હુકમ શું છે?

જવાબઃ– મજકૂર બેબીને તેની વાલિદહ બાલિગ વયની થતાં સુધી અથવા ૧૧ વર્ષની થતાં સુધી પોતાની પાસે રાખી શકે છે તે પછી તેના દાદાને સુપરદ કરવી પડશે અને જો તેની મા બીજી શાદી કરશે તો પણ તેનો છોકરી પોતાની પાસે રાખવાનો હક ખતમ થઈ જશે. (*) (શામી ૬૩૯ / ૬૪૦ ભા.ર)

(*)          નોંધઃ– હઝરત મુફતી ઈસ્માઈલ સા. (રહ.)એ વાલિદહ પાસે બેબીને રાખવા માટે વર્ણન કરેલ મુદ્દત ”ઝાહિરે રિવાયત” પ્રમાણે છે, જયારે આ મુદ્દત વિષે હઝ. અલ્લામહ શામી (રહ.)એ ઈમામ મુહંમદ (રહ.)ના ઝાહિરે રિવાયત વિરુધ્ધ મંતવ્ય પર ફતવો નકલ કરે છે.                          (શામી ઝકરિય્યા :પ/ર૬૮)

                                માટે વાલિદહ પોતાની બેબીને શહવત લાયક ઉમ્ર સુઘી પોતાની પાસે રાખી શકે છે અને તે સમયનો અંદાજો નવ (૯) વર્ષથી કરવામાં આવ્યો છે.                   (શામી ઝકરિય્યા :પ/ર૬૮)

                                અને ફતાવા મહમૂદિય્યહમાં પણ આ પ્રકારના એક ફતવાના જવાબમાં હઝ.મુફતી મહમૂદ સા. ગંગોહી (રહ.)નો જવાબ છે જે નકલ કરું છું :”….ઔર લડકીકો વાલિદહસે ઉસ વકત તક જુદા કરના દુરુસ્ત નહીં હે કે લડકીકો શહવત હોને લગે ઔર ઉસકા અંદાઝહ નૌ (૯) સાલકી ઉમ્ર હૈ.  (ફતાવા મહમૂદિય્યહ, ડાભેલ : ૧૩/પ૬૮)

Log in or Register to save this content for later.