[૩૦૦] દાંત વગરના પાડાની કુરબાની

Chapter : કુરબાની

(Page : 375)

સવાલ :– અમારા ગામમાં એક માણસ પાસે પાડો છે, તે પાડો લગભગ બેથી અઢી વર્ષની ઉમરનો છે, પરંતુ તેને દાંત નથી. તો કસાઈ લોકો કહે છે કે આ પાડાની કુરબાની ન થઈ શકે. તો શું કુરબાનીના જાનવરના દાંત હોવા ઝરૂરી છે ? તે બાબત ખુલાસો કરશો.

જવાબ :– જે જાનવરને બિલકુલ દાંત ન હોય અથવા વધુ પડતા દાંત ન હોય એવા જાનવરની કુરબાની જાઈઝ નથી. અલબત્ત, જો વધુ પડતા દાંત તો હોય અને પાડો કમ થી કમ બે વર્ષનો હોવાનું ગાલિબ ગુમાન હોય, પરંતુ ઉમરની નિશાનીરૂપે સામાન્ય રીતે જે દાંત હોય છે તે ન હોય તો મજકૂર પાડાની કુરબાની જાઈઝ અને દુરસ્ત છે.(શામીઃ–પ/ર૦૬)

Log in or Register to save this content for later.