[રર૭] ઓરત અને બાળકીનુ ભૂતકાળનું ભરણ પોષણ ખર્ચ પતિ પર વાજિબ નથી

Chapter : નિકાહ

(Page : 270-271)

સવાલ :– (૧) એક સ્ત્રી પહેલી સુવાવટ વખતે પ્રચલિત રિવાજ મુજબ સુવાવડ માટે પોતાના બાપના ઘરે ગઈ, બાળકીનો જન્મ થયો પછી અમુક કારણો સર તલાક થઈ ગઈ. હવે તલાક થઈ ગયા પછી પોતાના બાપના ઘરે સુવાવડ માટે જે મુદ્દત સ્ત્રી રહી તે મુદ્દત અને તલાક થઈ ગયા પછી અમુક મુદ્દત પછી ભરણ પોષણ સ્ત્રી માગે છે, ઓરત અને બાળકીનું તલાક પહેલાં અને તલાક પછી જે મુદ્દત વીતી ગઈ છે તે વીતેલી અને ગુજરેલી મુદ્દતના ભરણ પોષણની ઓરત હકદાર ખરી ?

જવાબઃ– (૧) તલાક પહેલાં અને તલાક પછી જે મુદ્દત વીતી ગઈ તે વીતેલી અને ગુજરેલી મુદ્દતના ભરણ પોષણની ઓરત હકદાર નથી, કારણ કે ભૂતકાળમાં પતિ પત્નીએ પરસ્પર એક બીજાની સંમતિથી ભરણ પોષણની કોઈ મર્યાદા અને પ્રમાણ નકકી કર્યુ નથી અને ભુતકાળમાં (વીતેલી મુદ્દતમાં) કોર્ટનો કોઈ ચુકાદો પણ તેઓની પાસે ઓરતના ભરણ પોષણ બાબત થયેલો ન હતો, માટે ઓરત કે તેના વાલી શરીઅતની રૂએ પાછલી મુદ્દતનો ભરણ પોષણ ખર્ચ માંગવાના હકદાર નથી.         (શામી : ર/૬પ૮)

સગીર અવલાદનો પાછલી મુદ્દતનો ખર્ચ પણ સગીર અવલાદના બાપના શિરે વાજિબ થતો નથી.      (શામીઃ ર/૬૮પ)

                જો ઓરત તે ઘરમાં રહી તલાકની ઈદ્દત ગુજારે જે ઘરમાં તે પતિ સાથે રહેતી હતી તો હવે પછીની ઈદ્દતની બાકી મુદ્દતનો ખર્ચ લેવાની તે હકદાર છે અને જો પતિ તરફથી કોઈ અવરોધ ન હોવા છતાં તે ઘરમાં રહી ઈદ્દત ન ગુજારે તો તે ઈદ્દતની બાકી મુદ્દતના ખોરાકી ખર્ચની પણ હકદાર બનતી નથી.                (શામી–ર/૬૪૬)

                 એ જ પ્રમાણે બાળકીનો હવે પછીનો ભરણ પોષણ ખર્ચ અને ભરણ પોષણનું મહેનતાંણું લેવાની ઓરત હકદાર છે. અને મજકૂર ખર્ચ ઓરત અને પુરૂષ બન્‍નેની આર્થિક સ્થિતિને નજર સમક્ષ રાખીને નકકી કરવામાં આવશે.                                                                                                                                                                                        (શામી–ભા.ર)

Log in or Register to save this content for later.