Chapter : કુરબાની
(Page : 356)
સવાલ :– મારી પાસે (૬) તોલા સોનું છે, બીજી કોઈ રોકડ રકમ કે ચાંદી કશુ જ નથી તો શું મારી ઉપર ઝકાત ફર્ઝ થશે? એક માણસે એવું કહયું હતું કે સાડા સાત તોલા સોનું હોય તો જ ઝકાત ફર્ઝ થાય છે, મારી પાસે છ તોલા જ છે તો શું મારી ઉપર ઝકાત ફર્ઝ નહિ થાય? અને શું કુરબાની મારા ઉપર વાજિબ થશે? આ સોનાની માલિક હું જ છું, મારા શોહર નથી. (એક મુસ્લિમ બહેન)
જવાબ :– જો તમારી પાસે છ તોલા સોના સાથે કુરબાનીના દિવસોમાં એક રૂપિયો પણ હોય, અથવા ત્રણ જોડથી વધુ પહેરવાના સિવેલા કે સિવ્યા વગરના કપડા હોય અથવા એવા વાસણ હોય કે વર્ષમાં એક વાર પણ ઉપયોગમાં ન લેવાતા હોય, તો તમારી ઉપર કુરબાની વાજિબ થશે. (શામી–ર/પ)
Log in or Register to save this content for later.