[ર૭પ] પ્રથમ વાજિબ અને ત્યાર બાદ નફલ

Chapter : કુરબાની

(Page : 354--355)

સવાલ :– એક માણસનો ઈન્તિકાલ થઈ ગયો અને તેને છોકરા નથી છોકરીઓ જ છે અને તેમાં બે છોકરી યુ.કે. માં છે, તો એક છોકરી તેના વાલિદ સાહેબની કુરબાની કરવા માંગે છે, તો પહેલાં તેની કુરબાની કરવી પડે કે પછી તેના વાલિદની કુરબાની કરે તો ચાલે? ઘણા લોકોનુ કહેવું છે કે આપણી કુરબાની કરીએ તો જ મરનારની થશે, તો ખરેખર શુું છે તેનો જવાબ આપશોજી.

જવાબ :–  જે છોકરી બાપ તરફથી કુરબાની કરવા ચાહે છે જો તે પોતે સાહિબે નિસાબ માલદાર હોય તો તેના પોતાના ઉપર કુરબાની કરવી વાજિબ છે, બાપ તરફથી કરવી વાજિબ નથી. પોતાની કુરબાની સાથે બાપ તરફથી નફલ કુરબાની કરવી હોય તો કરી શકાય છે, બાકી પોતાના તરફથી નફલ કુરબાની કરવી દુરસ્ત નથી.        (શામી–પ)

Log in or Register to save this content for later.