[૪૪૧] નમાઝમાં રૂમાલના છેડાઓ સીધા લટકાવવા

Chapter : નમાઝ

(Page : 465-466)

સવાલ : ઈમામ સાહેબ નમાઝ પઢાવતી વખતે રૂમાલને ડબલ કરી ત્રિકોણાકાર બનાવી કદી બન્ને ખભાઓ ઉપર ઓઢીને અને કદી માથા ઉપર ઓઢીને તેના બન્નેવ છેડાઓ છાતી ઉપર લટકતા રાખે છે માટે તે રુકૂઅ–સજદહમાં લટકતા જ રહે છે તો આ રીતે રૂમાલ ઓઢી નમાઝ પઢવું–પઢાવવું કેવું છે ?

જવાબ : નમાઝ પઢતી–પઢાવતી વખતે માથા ઉપર અથવા ખભાઓ ઉપર એ રીતે રૂમાલ ઓઢી નમાઝ પઢવી કે તેના બન્નેવ છેડાઓ છાતી ઉપર સીધા લટકતા રાખવામાં આવે અને તેના છેડાઓ ઉલટ સુલટ ખભા ઉપર ન નાખવામાં આવે એ મકરૂહે તહરીમી છે. (શામી ૧/૪ર૯)

Log in or Register to save this content for later.