[૧૮પ] દોઢ વર્ષની બાળકીને શહવતથી પકડવી

Chapter : નિકાહ

(Page : 228)

સવાલ :– હું નીચે મુજબના પ્રશ્નના કારણે ચિંતામાં છું તો આપ તેનો કુર્આન અને હદીષની રોશનીમાં જવાબ આપશો.

                મને સોહબતની ઈચ્છા થઈ તે માટે મેં મારી ઓરતને બોલાવી તેને આવવામાં ઘણી વાર લાગી હું શહવતની હાલતમાં હતો, અચાનક મારી ૧ વર્ષ ર માસની પુત્રી રમતા – રમતા દાદર ચઢી ગઈ, તે પડી ન જાય તે માટે શહવતની હાલતમાં તેને ઉચકીને નીચે ઉતારી તો શું આ ક્રિયાથી મારી ઓરત નિકાહમાંથી નીકળી જાય ?

                જો હોય તો એનો ઉપાય શો? આપ શ્રી મને વહેલામાં વહેલી તકે ઉત્તર આપશોજી.

જવાબ :– પોતાની આટલી નાની ઉમરની પુત્રીને શહવતની હાલતમાં હાથ લાગવાથી તમારી ઓરતના નિકાહ ઉપર કોઈ અસર નહિ પડે અને તમારી પત્ની તમારા નિકાહમાંથી નહિ નીકળે.      (શામી ભા.ર)

Log in or Register to save this content for later.