Chapter : નિકાહ
(Page : 227)
સવાલ :– એક માણસ છે તેની પાસે ચારથી પાંચ વર્ષની છોકરી સૂતી હોય અને તે માણસથી પોતાની ઓરત સમજી વાસના સાથે શરમગાહ ઉપર હાથ પડી ગયો તો તે માણસની પોતાની ઓરતના નિકાહ બાકી રહેશે કે કેમ? અને જો નિકાહમાં ન રહેતી હોય તો ફરી એ ઓરતને નિકાહમાં લેવાનો ઉપાય શું છે? પૂછેલી સૂરતમાં આ હકીકત છોકરીએ પહેરેલા કપડાં સાથે બની હોય તો કઈ વાંધો આવશે કે કેમ?
નોંધ :– પોતાની જ છોકરી હોય અને સૂતી હોય એમ હકીકત બનેલી હોય તે બાબતનો જવાબ આપશોજી.
જવાબ :– આટલી નાની ઉંમરની પોતાની જ છોકરી સાથે આવી હરકત થઈ જવાથી પોતાની ઓરતના નિકાહ ઉપર કોઈ અસર નહિ પડે અને ઓરત હરામ નહિ ઠરે. (શામી–૪/૧૧૦,૧૧૪ ઝકરિય્યા)
અલબત્ત, પોતાની ઓરત સાથે સૂવાના બિસ્તર ઉપર પોતાની સાથે છોકરીને સુવાડવાથી બચવું જોઈએ
Log in or Register to save this content for later.