[૧૭૯] હુરમતે મુસાહરત સાબિત થવાની શરતો

Chapter : નિકાહ

(Page : 223-224)

સવાલઃ– ઈમરાન નામના છોકરાએ એક ના બાલિગ છોકરી સુમૈયાને જવાનીના જોશમાં પોતાના બાજુમાં લીધી, ન તો છોકરી નગ્ન હતી, ન પોતે, બન્‍નેવે કપડાં પહેરેલા હતા અને છોકરાને મની નીકળી ગઈ અને આ બનાવ પછી છ વર્ષ બાદ ઈમરાનના નિકાહ સુમૈયાની માસી ફાતિમા સાથે થયા તો આ નિકાહ દુરસ્ત છે? આ રીતે જવાનીના જોશમાં પોતાના બાજુમાં લેવાથી તેની માસી તેની ઉપર હરામ થઈ જશે ?

જવાબઃ– કોઈ છોકરીને શહવત સાથે પકડવાથી હુરમતે મુસાહરત ત્યારે થાય છે કે છોકરી નવ વર્ષ અથવા તેથી વધુ ઉમરની હોય અને એ પ્રમાણે તેના બદનને હાથ લગાડવામાં આવે કે બદન ના તે ભાગ ઉપર કોઈ કપડું ન હોય જે ભાગ ઉપર હાથ લગાડવામાં આવ્યો છે અથવા કપડું હોય પરંતુ એટલું પાતળું હોય કે હાથની ગરમી ઓરતના બદન સુધી પહોંચતી હોય અને હાથ લગાડવાના પરિણામે વીર્ય ન નીકળી જાય.

                મજકૂર સવાલમાં છોકરીની ઉમર તો લખવામાં આવી નથી પરંતુ વીર્ય નીકળી જવાનું વર્ણન છે એટલે હુરમત સાબિત નહીં થાય.

                હુરમતે મુસાહરતનો મલતબ એ છે જે ઓરતને શહવત સાથે હાથ લગાડવામાં આવ્યો છે. તેના ઉસૂલ એટલે માં – દાદી – નાની અને તેમના ફુરૂઅ એટલે કે છોકરી, પોત્રી, નવાસી હાથ લગાડનાર માટે હરામ થઈ જાય છે. હુરમત મુસાહરતથી ઓરતની માસી હરામ થતી નથી. જો કે એક સાથે કોઈ ઓરત અને તેની માસીને નિકાહમાં ભેગી કરવી એ હરામ છે. પણ તેનો સંબંધ હુરમતે મુસાહરતથી નથી. ખુલાસો એ છે કે મજકૂર પૂછેલી સૂરતમાં સુમૈયાની માસી ફાતિમા સાથે ઈમરાનના થયેલા નિકાહ દુરસ્ત છે, તેમાં કંઈ વાંધો નથી. (શામી : ર૮૦ / ર૮૩ ભા.ર)

Log in or Register to save this content for later.