[૪૪ર] ટોપી દેખાય એ રીતે પાઘડી બાંધી નમાઝ

Chapter : નમાઝ

(Page : 466)

સવાલ : હમારા પેશઈમામ સાફો (પાઘડી) બાંધી જુમ્આની નમાઝ પઢાવે છે, પરંતુ સાફો બાંધે ત્યારે માથા ઉપરની ટોપી દેખાય છે તો નમાઝ થશે કે નહિ ?

જવાબ : સાફો બાંધ્યા પછી ટોપી દેખાતી હોય તો એથી નમાઝમાં કોઈ વાંધો નહિં આવે, પરંતુ જો સાફાની આંટી પેશાની ઉપર આવી જશે અને ઈમામ સા. તે પેશાની ઉપરની આંટી ઉપર સજદો કરશે અને પેશાની જમીન સાથે નહિ લાગે તો આ પ્રમાણે સજદો મકરૂહે તનઝીહી થશે.  (શામી : ૧/૩૩૬)

Log in or Register to save this content for later.