[૪૩૮] નમાઝીની સામેથી હટી શકાય છે

Chapter : નમાઝ

(Page : 461)

સવાલ : એક માણસ બીજા માણસની બિલકુલ પાછળ નમાઝ પઢે છે તો બીજા માણસ માટે નમાઝીની સામેથી જગ્યા બદલવામાં અને હટવામાં વાંધો ખરો ?

જવાબ : જે માણસ નમાઝીની બિલકુલ સામે ઉભો છે અથવા બેઠો છે અથવા નમાઝીના ડાબા ખભા તરફ કે જમણા ખભા તરફ સામે છે, તો મજકૂર માણસ નમાઝીની સામેથી હટી શકે છે, કારણ કે તેને નમાઝીની સામેથી પસાર થનાર નહિં કહેવાય, જો કે બેહતર એ છે કે નમાઝીની નમાઝ પૂરી થવાની રાહ જુએ, બાકી તે પહેલાં હટશે તો પણ મલામત પાત્ર નહિં બને.                            (ઈમ. ફતાવા ભા. ૧/૭૯ર)

Log in or Register to save this content for later.