Chapter : કુરબાની
(Page : 313)
સવાલઃ– મેં મારા એક પૌત્રને બે વર્ષ પહેલાં એક બકરી ખરીદીને બક્ષીશ આપેલી. તે બકરીથી એક બકરો જન્મેલો છે. આજે તે એક વર્ષનો છે. ચાલુ વર્ષે (ઈન્શા અલ્લાહ) કુરબાનીના કામમાં આવશે. મારા પૌત્રની જન્મ તારીખ ૧૯–૯–૭૭ છે, તો તે સગીરના બકરાની કુરબાની તેના તરફથી થઈ શકે કે નહિ?
જવાબઃ– સગીર છોકરો માલદાર હોય તો પણ તેના ઉપર કુરબાની વાજિબ નથી અને બાપ–દાદા અથવા અન્ય કોઈ રિશ્તેદારને સગીરના માલમાંથી તેના તરફથી કુરબાની કરવાનો અધિકાર નથી. માટે સગીર પૌત્રની માલિકીના બકરાની કુરબાની તેના તરફથી કરવી પણ જાઈઝ નથી. જો તેની માલિકીના માલમાંથી દાદા કે અન્ય કોઈ રિશ્તેદાર કુરબાની કરશે તો જે તે કુરબાની કરનાર રિશ્તેદાર તેટલો માલ સગીરને આપવાનો જામીન અને ઝિમ્મેદાર ઠરશે. (શામી–પ/ર૦૧)
Log in or Register to save this content for later.