[૧૬૬] ઝિના કરવામાં આવેલ સાળીની છોકરી સાથે પોતાના છોકરાના નિકાહ

Chapter : નિકાહ

(Page : 210)

સવાલ :–  મારો એક દોસ્ત છે, તેનાથી તેની સાળી સાથે ઝિના થઈ ગયો, એવું બે ચાર વાર બન્યું મારો દોસ્ત શાદી શુદહ છે, તેને બાળકો છે, સાળી પણ શાદી શુદહ છે, તેને પણ બાળકો છે, મારા દોસ્તને અલ્લાહ તઆલાએ તૌફિક આપી તો હજ માટે ગયો અને ત્યાં તૌબા કરી, ત્યાર બાદ સાળી સાથે તઅલ્લુક રાખ્યો નથી, હવે વીસ સાલ બાદ દોસ્તના છોકરાને અને સાળીની છોકરીને મુહબ્બત થઈ ગઈ અને દોસ્તના ઈન્કાર છતાં નિકાહ બન્‍નેવના થઈ ગયા, તો હવે મારો દોસ્ત ઘણો પરેશાન છે તે જાણવા માંગે છે કે આ નિકાહ જાઈઝ છે કે હરામ છે, તે શરીઅતની રોશનીમાં બતાવશો.

જવાબઃ– તમોએ તમારા દોસ્તની જે દુઃખ દાયક કહાણી લખી છે, તવબહ બદલ ખુદા તઆલાનો શુક્ર અદા કરવો જોઈએ, અલ્લાહ તઆલા તવબહ પર બાકી રાખે, તમારા દોસ્તના છોકરા અને પરણિત સાળીની છોકરીના જે નિકાહ થયા છે તે શરીઅતની રૂએ વિના સંકોચે જાઈઝ છે, તેને હરામ સમજવાની અને છોકરા છોકરી વચ્ચે જુદાઈ કરવાની કોઈ જરૂરત નથી.  છોકરી તમારી સાળી અને સાળુ–ભાઈની છે અને છોકરો તમારો છે, શરીઅતના નિયમો અનુસાર એમાં કોઈ શંકા કરવાની જરૂરત નથી.                         (શામી – ર/ર૭૭)

Log in or Register to save this content for later.