[૪ર૪] ઈમામ સાથે સલામનો તરીકો

Chapter : નમાઝ

(Page : 451)

સવાલ :– આપણે ઈમામ સાહેબ સાથે નમાઝ પઢતા હોઈએ અને ઈમામ સાહેબ સલામ ફેરવે ત્યારે આપણે પહેલી સફમાં છેલ્લે હોઈએ અથવા બીજી સફમાં હોઈએ તો આપણે કેવી રીતે સલામ ફેરવવી ? અને ઈમામ સાહેબ પહેલી સલામ ફેરવે અને બીજી સલામ ઈમામ સાહેબનો અવાજ આવતા પહેલાં આપણે ફેરવી નાખીએ તો નમાઝ સહીહ થશે કે નહિ?

જવાબ :– ઈમામ સાહેબ પહેલી સલામ બોલવાનું શરૂ કરે ત્યારે આપણે પણ સલામ બોલવાનું શરૂ કરવું જોઈએ અને ઈમામ સાહેબથી પહેલાં ફારિગ ન થવું જોઈએ. અને ઈમામ સાહેબે સલામના શબ્દોને ખેંચીને મદ કરીને લંબાવવી ન જોઈએ કે જેથી મુકતદીઓ ઈમામ સા. થી પહેલાં  સલામથી ફારિગ થઈ જવા પામે અને બીજી સલામ પણ ઈમામ સાહેબ સાથે પૂરી કરવી જોઈએ, તેમનાથી પહેલાં પૂરી કરવી મકરૂહ છે. પરંતુ નમાઝ સહીહ થઈ જશે. (શામી–૧/૩પ૩)

Log in or Register to save this content for later.