[૧પ૩] બે ભાઈઓનું મા અને બેટીથી નિકાહ કરવું

Chapter : નિકાહ

(Page : 189-190)

સવાલ :– ફરીદાએ પોતાની છોકરીની શાદી મહમૂદ સાથે કરાવી, હવે હસીનાના એક જેઠ અને એક દિયર છે, હસીના ફરીદાની સગી છોકરી છે ન કે સાવકી, તો હસીનાના જેઠ કે દિયર સાથે તેમની મા ફરીદા શાદી કરવા ચાહે તો કરી શકે? શરઈ રીતે નસલમાં કોઈ ખલલ પેદા થશે ?

જવાબઃ– એક ભાઈની ઓરતની મા સાથે બીજો ભાઈ નિકાહ કરી શકે છે, કારણ કે તે ભાઈ સાથે મજકૂર ઓરતનો કોઈ એવો રિશ્તો નથી કે તેના માટે હરામ ગણાય અને એક ભાઈની ઓરતની આગલા શોહરની છોકરી સાથે બીજો ભાઈ નિકાહ કરી શકે છે, કારણ કે તે છોકરી બીજા ભાઈની કોઈ પ્રકારની પણ ભત્રીજી નથી, બલ્કે પરાઈ, હલાલ ઓરત છે. જેમકે આલમગીરીના આ મસ્‍અલાથી પૂછેલી સૂરતનો હુકમ સમજી શકાય છે.

لا بآس بان یتزوج الرجل امرأۃ ویتزوج ابنہ ابنتھااوامھا کذافی محیط السرخسی              (عالم گیری ج ۔ ۱ ص  ۲۷۷

Log in or Register to save this content for later.