Chapter : નમાઝ
(Page : 442)
સવાલ :– હનફી ઈમામને અગર શાફઈ મુકતદી નમાઝમાં લુકમો આપે તો ઈમામ લુકમો કબૂલ કરી શકે કે નહિ? લુકમો કબૂલ કરવાની હાલતમાં નમાઝમાં કોઈ નુકસાન તો નહિ થાય? અગર થશે તો કેમ? અને શું શાફઈ મસ્લકમાં નમાઝની હાલતમાં કુરઆનમાં જોઈને લુકમો દેવો જાઈઝ છે ? અગર જાઈઝ છે તો કેમ?
જવાબ :– જો શાફઈ મુકતદી કુર્આનમાં જોયા વગર મોઢે લુકમો આપે તો હનફી ઈમામ આવા મુકતદીથી લુકમો લઈ શકે છે અને જો શાફઈ મુકતદી કુર્આનમાં જોઈને લુકમો આપે તો હનફી ઈમામે તેનો લુકમો લેવો જાઈઝ નથી. શાફઈ ફિકહ મુજબ કુર્આનમાં જોઈને નમાઝમાં પણ કિરાઅત પઢવી જાઈઝ છે અને લુકમો આપવો પણ જાઈઝ છે. હનફી ફિકહ મુજબ આવી કિરાઅતથી નમાઝ ફાસિદ થઈ જાય છે, પરંતુ જો હનફી ઈમામે કુર્આનમાં જોઈ લુકમો આપનાર શાફઈ મુકતદીનો લુકમો લીધો તો ઈમામની અને મુકતદીઓની નમાઝ ફાસિદ નહિ થાય, ફિકહની ઈબારતોથી એજ સાબિત થાય છે. (શામી–૧)
Log in or Register to save this content for later.