Chapter : નમાઝ
(Page : 122-123)
સવાલ :– ફર્ઝ નમાઝો જેવી કે ફજર, ઝોહર, અસર, મગરિબ, ઈશાની કઝા કેમ કરી પઢવી અને ક્યારે પઢવી ?
જવાબ :– જો કોઈ ફર્ઝ નમાઝ કઝા થઈ જાય તો ત્રણ મકરૂહ વખત સિવાય બીજા વખતમાં વહેલી તકે પઢી લેવી વાજિબ છે. જો વગર કારણે મોડું કરવામાં આવશે તો ગુનેહગાર થશે.
જો કઝા નમાઝો છ ફર્ઝ નમાઝોથી ઓછી હોય તો તરતીબવાર (ક્રમવાર) પઢવી ઝરૂરી છે એટલે કે પ્રથમ કઝા નમાઝો (ક્રમવાર) તરતીબવાર પઢવામાં આવે પછી અદા નમાઝ પઢવામાં આવે. જો છ ફર્ઝ નમાઝો કઝા થઈ જાય અથવા અદા નમાઝનો વખત એટલો ટૂંકો બાકી હોય કે કઝા નમાઝો પઢવાથી અદા નમાઝ ન પઢી શકાતી હોય તો હવે ક્રમવાર પઢવી ઝરૂરી નથી. કઝા નમાઝમાં જે કઝા નમાઝ પઢવા ચાહતા હોય તે નમાઝને નિય્યતથી નક્કી કરી પઢવામાં આવે.
ફર્ઝ અને વિત્રની કઝા નમાઝ ત્રણ મકરૂહ વખત સિવાય ગમે ત્યારે પઢી શકાય છે. ત્રણ મકરૂહ વખતોમાં પઢવી જાઈઝ નથી અને ત્રણ મકરૂહ વખતો આ છે :
(૧) સૂર્ય ઉગતી વખતે, (ર) સૂર્ય જ્યારે માથા ઉપર હોય,
(૩) જ્યારે સૂર્ય આથમવાનો સમય નજીક હોય.(શામી : ૧)
Log in or Register to save this content for later.