[૪૧૦] આવનારે ઈમામ સાથે ઉભેલા મુકતદીને પાછળ ખેંચવો

Chapter : નમાઝ

(Page : 437)

સવાલ :–(૧) ઈબાદતખાનામાં એક ઈમામ અને એક મુકતદી નમાઝ પઢી રહયા છે, પાછળથી બીજા મુકતદી આવીને પહેલાં મુકતદીને પાછળ ખેંચી લે છે, તો તેના માટે શું હુકમ છે?

જવાબ :–(૧) પાછળથી આવનાર બીજા મુકતદીને જોઈને ઈમામ સાથે ઉભેલા મુકતદીએ પોતેજ ઈમામની પાછળની સફમાં હટી જવું જોઈએ, જો તે પોતે પાછળ ન હટે તો આવનાર બીજો મુકતદી તેને પાછળ ખેંચી શકે છે અને પોતાની સાથે ઉભો રાખી શકે છે, પરંતુ મુકતદી પાછળ હટતી વખતે પોતાનું રૂખ કિબ્લા તરફથી ન ફેરવે, અને ઈમામથી માત્ર એક સફના પ્રમાણમાં એટલે કે ઈમામની પાછળ સફ થઈ શકે એટલા પ્રમાણમાં જ પાછળ હટે. એથી વધુ પ્રમાણમાં પાછળ ન હટે, આવનાર બીજો મુકતદી તકબીરે તહરીમા કહયા પછી અને કહેતા પહેલાં બન્નેવ સૂરતોમાં મુકતદીને પાછળ ખેંચી શકે છે અને પહેલો મુકતદી પાછળ હટાવવાની સૂરતમાં શરીઅતના આ હુકમનું પાલન કરવાની નિય્યતથી પાછળ હટે કે ‘‘ઈમામ સાથે એકથી વધુ મુકતદી હોય તો ઈમામની પાછળ સફ બનાવીને ઉભા રહેવાનો હુકમ છે અને આ સૂરતમાં મુકતદીના પાછળ હટવાથી અને તેને પાછળ ખેંચવાથી નમાઝ ફાસિદ નહીં થાય.(શામી –૧ / ૩૮ર , ઉ.ફિકહ – ર /ર૦૬)

Log in or Register to save this content for later.