[૪૦૯] ફજરમાં કુનૂત પઢનાર પાછળ નમાઝ

Chapter : નમાઝ

(Page : 436)

સવાલઃ– હું ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ ડુંગરી ગામનો વતની છું. મને રિયાધમાં આવ્યાને ચાર (૪) મહીના થયા છે. અહિંયા બંગ્લાદેશી અને કેરાલાવાળા ૪ રકઆત અથવા ર રકઆતમાં છેલ્લી રકઅતના રુકૂઅમાં જઈને સજદહમાં જવાને બદલે ઉભા રહીને દુઆ માંગે છે પછી સજદહમાં જાય છે તે બરાબર છે કે કેમ ?

જવાબ :– મજકૂર ભાઈઓ (બંગ્લાદેશી અને કેરાલાવાસી) શાફઈ મસલક મુજબ ફજરની નમાઝમાં રુકૂઅ પછી દુઆએ કુનૂત પઢતા હોય છે. હનફી નમાઝીએ તેવા ઈમામ પાછળ ફજરમાં કુનૂત પઢાય ત્યારે ખામોશ ઉભા રેહવું જોઈએ.                          (શામી –૧/૪૪૯)

Log in or Register to save this content for later.