[૪૦પ] સફની વચમાં બેસીને નમાઝ પઢવી

Chapter : નમાઝ

(Page : 433)

સવાલ :– મોટી ઉંમરવાળા, ઘરડા, મઅઝૂર અને કમઝોર પુરુષો બેસીને નમાઝ પઢે છે, માનો કે અમારી મસ્જિદમાં ઈમામ સાહેબથી જમણી બાજુ ર૦ અને ડાબી બાજુ ર૦ નમાઝીઓ એમ સફમાં કુલ ૪૦ નમાઝીઓ હોય, જમાઅત સાથે બેસીને પઢનાર નમાઝીએ છેલ્લા જ બેસવું જોઈએ કે કેમ? ત્રણ ચાર સફો થતી હોય તો કઈ સફમાં અને કયા નંબરે બેસવું જોઈએ? પેહલી સફમાં જમણી યા ડાબી બાજુએ ૧૦ યા પછીના નંબરે બેસે તો, ટીકાપાત્ર યા નાપસંદ ખરું?

જવાબઃ– બેસીને જમાઅતથી નમાઝ પઢનાર માણસે સફમાં રહીને નમાઝ પઢવી જોઈએ. સફમાં જગ્યા હોવા છતાં સફમાં છેલ્લા છેડે બેસી નમાઝ પઢવી અથવા પાછળની ખાલી સફમાં એકલા બેસી નમાઝ પઢવી મકરૂહ છે અને સફની વચ્ચે બેસીને નમાઝ પઢનાર મઅઝૂર માણસ ટીકાપાત્ર નથી અને તેની ટીકા કરવી જાઈઝ નથી.           (શામી –૧)

Log in or Register to save this content for later.