[૧૪૭] છોકરાની સાસુ સાથે બાપના નિકાહ

Chapter : નિકાહ

(Page : 186)

સવાલઃ– ઝૈદે એક સ્ત્રી સાથે નિકાહ પઢયા, થોડી મુદ્દત બાદ ઝૈદના વાલિદે ઝૈદની સાસુ સાથે નિકાહ પઢયા, એટલે બાપ અને દીકરા સામે મા અને દીકરી તો કોના નિકાહ સહીહ ગણાશે? શું પાછળથી ઝૈદના વાલિદે ઝૈદની સાસુ સાથે નિકાહ કરવાથી ઝૈદના નિકાહ બાકી રહેશે કે નહિ? કે ઝૈદના બાપના નિકાહ બાતિલ ગણાશે ? અગર જો એ બન્‍નેમાંથી કોઈના નિકાહ બાતિલ થયા હોય તો ગુનેહગાર ઝૈદ કે એના વાલિદ ?

જવાબ :– જો છોકરાની સાસુ છોકરાના બાપની સગી બહેન, ફોય,  માસી વિ. એવા કોઈ રિશ્તેદાર ન થતી હોય કે જેના સાથે બાપના નિકાહ કોઈ હાલતમાં હલાલ નથી, તો છોકરાની સાસુ સાથે છોકરાના બાપે નિકાહ પઢવા જાઈઝ અને હલાલ છે. અને છોકરાના નિકાહ પણ જાઈઝ અને હલાલ બાકી રહેશે. બન્‍નેમાંથી કોઈ એક નિકાહ પણ બાતિલ અને રદ નહીં ગણાય અને કોઈ ગુનેહગાર પણ નહીં થાય. (શામી : ર/ર૭૯ , ફ. કદીર –૩/૧ર૦)

Log in or Register to save this content for later.