Chapter : નિકાહ
(Page : 180)
સવાલ :– અમારા ગામમાં ‘અ’ નામના માણસ છે, તેમણે પોતાની પત્ની ‘બ’ને છૂટી કરી છે. ત્યાર બાદ ‘ક’ નામની પત્ની સાથે નિકાહ કર્યા છે. હવે ‘અ’ નામના માણસની આગલી પત્નિ ‘બ’ના પેટે થયેલો પુત્ર છે, તેની શાદી ‘ક’નામની પત્ની આગલા પતિથી થયેલી છોકરી સાથે કરી છે, તો આ નિકાહ જાઈઝ કહેવાય કે હરામ? તેનો શરઈ હુકમ શું છે?
જવાબ :– પૂછેલી સૂરતમાં ‘અ’ની પત્ની ‘બ’ના પેટથી જન્મેલા ‘અ’ના પુત્રના નિકાહ તેની બીજી પત્ની ‘ક’ના પેટથી જન્મેલી તેના આગલા પતિની પુત્રી સાથે જાઈઝ અને હલાલ છે કારણ કે આ બન્નેવ છોકરા – છોકરી વચ્ચે સગા અથવા બાપ શરીક કે મા શરીક ભાઈ – બહેન હોવાની કોઈ સગાઈ નથી. (શામી–ર, મબસૂત–૪/૧૯૮)
Log in or Register to save this content for later.