Chapter : નિકાહ
(Page : 173)
સવાલઃ– અમ્ર અને ઝૈદ બન્નેવ સગા ભાઈ છે, અમ્ર મારા સસરા થાય છે, ઝૈદ કાકા સસરા થાય છે, મારા છોકરા અબૂ બક્રના નિકાહ મારા કાકા સસરાની છોકરી સાથે જાઈઝ છે કે કેમ ? રિશ્તાના એઅતેબારથી ઝૈદની છોકરી મારા છોકરા અબૂબક્રની પિતરાઈ માસી થાય.
જવાબઃ– પૂછેલી સૂરતમાં અબૂબક્રના નિકાહ ઝૈદની છોકરી સાથે જાઈઝ છે, સગી માસી સાથે નિકાહ હરામ છે, પિતરાય માસી સાથે હલાલ છે. (શામી ભા.ર)
Log in or Register to save this content for later.