Chapter : નિકાહ
(Page : 172-173)
સવાલ :– એક માણસે શાદી એવી ઓરત સાથે કરી જે પોતાની સાથે એક છોકરો લઈને આવી છે, તે છોકરાની શાદી થઈ. અવલાદમાં અલ્લાહ તઆલાએ તેને છોકરી આપી, તે છોકરી સાથે તેનો સાવકો બાપ (છોકરીના દાદા) શાદી કરે તે જાઈઝ છે?
જવાબ :– જયારે માણસ કોઈ ઓરત સાથે નિકાહ કરે તો પતિના ઉસૂલ (બાપ–દાદા) અને ફુરૂઅ (પુત્ર–પૌત્ર–નવાસો) ઓરત માટે હરામ થઈ જાય છે અને પત્નીના ઉસૂલ (મા–દાદી–નાની) અને ફુરૂઅ (પુત્રી–પૌત્રી–નવાસી) મર્દ (પતિ) માટે હરામ થઈ જાય છે. માટે પૂછેલી સૂરતમાં પત્નીની પૌત્રી (આગલા પતિથી જન્મેલા છોકરાની છોકરી) તેના પતિ (મજકૂર છોકરાના સાવકા પિતા અને તેની છોકરીના સાવકા દાદા) માટે હરામ છે. માટે નિકાહ ન કરી શકે. (શામી–ર)
Log in or Register to save this content for later.