[૧ર૬] ઓરતની ભત્રીજીથી નિકાહ હરામ છે

Chapter : નિકાહ

(Page : 169)

સવાલ :– એક માણસ શાદી શુદા છે, તેને  પાંચ છોકરા પણ છે, પણ હાલ ઓરતની તબીઅત ખરાબ હોવાના કારણે તે માણસ બીજી શાદી કરવા ઈચ્છે છે અને તે પોતાના સાળાની છોકરી સાથે શાદી કરવા માંગે છે, એનું કહેવું છે કે હું બીજી કોઈ જગ્યાએ શાદી કરું તો મારા છોકરાઓનો સવાલ છે, તો મારા સાળાની છોકરી સાથે જ નિકાહ કરું તો કોઈ વાંધો ખરો?  પોતાની ઓરતને તેમજ સાળાની છોકરીને એક સાથે નિકાહમાં રાખી શકાય? મતલબ કે ફોઈ ભત્રીજીને એક સાથે નિકાહમાં રાખી શકાય ?

જવાબઃ– જયાં સુધી પોતાની ઓરત નિકાહમાં રહે ત્યાં સુધી તે ઓરતના ભાઈની છોકરી એટલે કે પોતાના સાળાની છોકરી સાથે નિકાહ કરવા નાજાઈઝ અને હરામ છે.                   (શામી ભા.ર)

Log in or Register to save this content for later.