Chapter : નિકાહ
(Page : 163)
સવાલઃ– મારી ફોઈએ મને દૂધ પીવડાવ્યું, જેથી મારા માટે મારી ફોઈના છોકરા મહરમમાં આવે એ બરાબર, પણ મારી ફોઈના છોકરાના છોકરા અને ફોઈની છોકરીના છોકરા મારા માટે મહરમમાં આવે કે કેમ? કારણ કે સગાભાઈ તેમજ સગીબહેનના છોકરા મહરમ ગણાય, દૂધભાઈ – દૂધબહેનના છોકરા મહરમ ગણાય કે કેમ?
જવાબઃ– રઝાઈ ભાઈના છોકરાઓ તમારા ભત્રીજાઓ ગણાય અને રઝાઈ બહેનના છોકરાઓ તમારા ભાણજાઓ ગણાય, એટલે શરઈ દ્રષ્ટિએ તેઓ તમારા મહરમ ગણાય. (બદાઈઅઃ ભા. ૪/ર)
Log in or Register to save this content for later.