[૧૧પ] ઓરતની નસબી છોકરીના નિકાહ તેની રઝાઈ છોકરીના સગા મામા સાથે

Chapter : નિકાહ

(Page : 161-162)

સવાલ :– આઇશા અને અરસ્તુલ બંને અલગ અલગ ભાઈઓની ઓરતો છે. આઇશાને દૂધ ઓછું આવે છે તો આઇશાના બધા છોકરા – છોકરીઓએ પોતાની ચાચી અરસ્તુલનું દૂધ પીધું છે, તો મસ્અલો આ છે કે અરસ્તુલની છોકરી હવ્વાની શાદી આઇશાના ભાઈ ઈલ્યાસ સાથે થઈ શકે છે?

જવાબઃ– પૂછેલી સૂરતમાં અરસ્તુલની નસબી છોકરી હવ્વાના નિકાહ અરસ્તુલની રઝાઈ અવલાદની નસબી માં આઇશાના નસબી ભાઈ ઈલ્યાસ સાથે જાઈઝ અને હલાલ છે, કારણ કે રઝાઅતના મસ્‍અલાની દ્રષ્ટિએ હવ્વા અને ઈલ્યાસમાં કોઈ એવી રઝાઈ અથવા નસબી સગાઈ નથી કે જેના કારણે બંનેના નિકાહ ન થઈ શકે. ઈલ્યાસ ન હવ્વાના નસબી મામા છે કે ન રઝાઈ મામા છે. માટે મજકૂર સૂરતમાં નિકાહ કરવામાં કોઈ વાંધો નથી.                          (શામી–ર/૪૦૮)

Log in or Register to save this content for later.