Chapter : નિકાહ
(Page : 156)
સવાલ :– મારી ફોઈએ મારા કાકાની છોકરીને અને મને દૂધ પીવડાવ્યું હતું તો હવે મારા કાકાની છોકરીનો છોકરો અને મારો છોકરો મહરમ ગણાય કે નહિ?
જવાબ :– પૂછેલી સૂરતમાં તમારા કાકાની છોકરીના છોકરા તમારા માટે મહરમ ગણાશે, કારણ કે તમો તેના રઝાઈ માસી છો અને તમારો છોકરો તમારા કાકાની છોકરી માટે મહરમ ગણાશે, કારણ કે તે તમારા છોકરાની રઝાઈ માસી છે, અલબત્ત તમો બન્નેવ રઝાઈ બહેનોની અવલાદ પરસ્પર એક બીજાના મહરમ નહિ ગણાય. (શામી–ર)
Log in or Register to save this content for later.