[૧૦૮] મા અને દીકરીએ એક બીજાની છોકરીને દૂધ પીવડાવવું

Chapter : નિકાહ

(Page : 155-156)

સવાલ :– એક દિવસ મારી ઓરત ઘર ઉપર હાજર ન હતી તો મારી સાસુએ મારી છોકરીને દૂધ પીવડાવ્યું અને બીજા એક દિવસે મારી સાસુ ઘર ઉપર હાજર ન હતી તો મારી ઓરતે મારી સાસુની છોકરીને એટલે કે એની બહેનને દૂધ પીવડાવ્યું તો આ સૂરતમાં નિકાહમાં કોઈ વાંધો આવશે કે નહિ?

જવાબ :– મજકૂર દૂધ પીવડાવવાની સૂરતમાં તમારા હાલના નિકાહ પર કોઈ અસર નહિ પડે અને તમારા નિકાહમાં કોઈ વાંધો નહિ આવે; કારણ કે તમારી છોકરીને તમારી સાસુમાંના દૂધ પીવડાવવાથી તમારી ઓરત તમારી નસબી છોકરીની રઝાઈ બહેન થઈ ગઈ છે અને નસબી છોકરીની રઝાઈ બહેનથી નિકાહ હરામ નથી અને તમારી સાસુમાંની છોકરીને તમારી ઓરતના દૂધ પીવડાવવાથી તે છોકરી એટલે તમારી સાળી તમારી રઝાઈ છોકરી થઈ ગઈ છે અને રઝાઈ છોકરીની નસબી બહેનથી પણ નિકાહ જાઈઝ અને હલાલ છે.

                બાકી હવે પછી તમારી અને તમારી સાસુમાંની નસબી અવલાદમાં અને અવલાદની અવલાદમાં પરસ્પર નિકાહની સગાઈ નકકી કરવામાં આવે તો મજકૂર સૂરતમાં દૂધ પીવડાવવાથી ઉપસ્થિત થયેલી દૂધની સગાઈનો ખ્યાલ રાખવામાં આવે એ અત્યંત જરૂરી છે.(ફતહુલ કદીર – ૩/૩૧૧)

Log in or Register to save this content for later.